રાજકીય વાત

“જો 2024માં ભાજપ જીતશે તો મોદી નરેન્દ્ર પુતિન બની જશે” AAP ની મહારેલીમાં પંજાબના મુખ્યમંત્રીનો દાવો.

રવિવારે દિલ્લીના રામલીલા મેદાન પર રેલીને સંબોધતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શબ્દપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે જો ૨૦૨૪ની ચૂંટણી ભારતીયજનતા પાર્ટી જીતી જશે તો પછી કોઈ ચૂંટણીઓ નહીં થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્ર પુતિન બની જશે. આટલામાં નહીં રોકાતા તેમણે આગળ કહ્યુ કે ભાજપના નેતાઓએ મોદીને ભારતના “માલિક” માનવાનું શરુ કરી દિધુ છે. જો ભારતના ૧૪૦ કરોડ નાગરીકો ભારતને બચાવવાનો નિર્ણય કરશે તો દેશ બચી જશે.

કેન્દ્ર સરકાર અધ્યાદેશ પાછો ખેંચવા પર વિચાર કરે

આમ આદમી પાર્ટીએ સેવા વિભાગ પર નિયંત્રણ બાબતના કેન્દ્ર સરકારના અધ્યાદેશ વિરુદ્ધ દિલ્હીના રામલીલા મેદાનમાં એક મહારેલીનું આયોજન કર્યુ હતું. આ મહારેલીને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માન, આમ આદમી પાર્ટીન નેતા ગોપાલ રાય અને સાંસદ સભ્ય સંજયસિંઘ, સહીતના નેતાઓએ સંબોધન કર્યુ હતું. ,