આયુર્વેદની વાતસ્વાસ્થ્યની વાત

વર્ષાઋતુમાં થાય છે વાતદોષ (વાયુ)ના રોગ. યોગ્ય આહાર વિહાર ન હોય તો શરીર બને છે અનેક બીમારીઓનું ઘર.

આયુર્વેદ મુજબ દિનચર્યાનું પાલન કરી નિરોગી રહો.

વર્ષાઋતુ એટલે સામાન્ય રીતે 16 જુલાઈથી 15 ડિસેમ્બરનો સમયગાળો.ગ્રીષ્મ ઋતુ દરમિયાન શરીરમાં સંચિત થયેલો વાયુ વર્ષાઋતુમાં પ્રકોપીત થાય છે જેથી માથાનો દુઃખાવો, સંધિવા,કમરનો દુઃખાવો, સોરાયસીસ જેવા ચામડીના રોગો, જઠરાગ્નિ મંદ પડવાને કારણે ખોરાકના પાચન થવામાં સમસ્યા થાય છે જેના કારણે પેટનો દુઃખાવો થાય છે.ભેજના કારણે શરીરના દોષો પ્રકોપે છે.શરીરમાં વાયુ વધવાથી ગેસ અને એસીડીટીની સમસ્યા સર્જાય છે.જમ્યા પછી ઉલટી ઉબકા જેવું લાગે. સૂર્યપ્રકાશ ઓછો થવાથી વિટામિન D ની ઉણપ સર્જાય છે અને વાળ ખરવાની સમસ્યા વધુ રહે છે. ઘરની આજુબાજુ પડ્યા રહેલા પાણીમાંના જીવાણુઓનું સંક્રમણ વધે છે,માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે એટલે મેલેરિયા અને તાવ ઉદભવે છે.વર્ષા ઋતુમાં શરીરમાં પિતનો સંચય થાય છે.    વર્ષાઋતુમાં વાતાદિ દોષના લીધે જઠરાગ્નિ મંદ થઈ જાય છે. જઠરાગ્નિ મંદતાને ધ્યાનમાં રાખીને ઘરે જ હીંગવાષ્ટક બનાવીને ઉપયોગમાં લો. હીંગવાષ્ટકમાં સૂંઠ, જીરૂ, શાહજીરૂ, અજમો, પીપર, મરી, સિંધવ અને હીંગ સરખા વજને લઈ સાફ઼ કરીને ખાંડીને પાવડર બનાવીને ઉપયોગમાં લો. હીંગ ઘી માં સેકીને  લેવી. જમતા પહેલા 1 ચમચી હીંગવાષ્ટક અને 1 ચમચી ઘી મીક્સ કરીને ખાવાથી મંદ પડેલો જઠરાગ્નિ પ્રજ્વલીત થશે. “જનયતિ જઠરાગ્નિ વાતરોગાશ્ચ હન્યાત.”

આ વર્ષાઋતુમાં ધરતીના બાફ઼થી અને મેઘવૃષ્ટિથી પાણી અમ્લભાવને પામે છે. અગ્નિબળ ક્ષીણ થતાં  વાતાદિ દોષોનો કોપથાય છે. આ ઋતુમાં દિવસની નિંદ્રા, સાથવો, નદીનું પાણી, વ્યાયામ, તડકો વગેરેનો ત્યાગ કરવો જોઇએ. વાતાદિ દોષોની શાંતિ માટે  લવણ અને સ્નેહપ્રધાન ભોજનનો ઉપયોગ કરવો જોઇએ.

(1) રોજ સવારે હરડે, સૂંઠ અને પીપરામૂળની ફ઼ાંકી અડધો રૂપિયાભાર લેવો.

(2)આંદાની કાંતરી લીંમ્બુને સિંધવ લગાવીને ખાવું.

(3)ગરમ પાણીથી સ્નાન કરવું.

(4)રોજ અડધો રૂપિયાભાર સૂંઠ પાણી સાથે ફ઼ાંકવુ.

(5)જમતા પહેલા 2-2 તોલા આદાનો રસ પીઓ.

(6)જમણના પહેલા કોળીયે  હીંગવાષ્ટક ચૂર્ણ ઘી સાથે ખાવુ.

(7)રોજ સવારે માથે તેલ ઘસવુ.

(8)વર્ષાઋતુમાં શેક કરવો અને  શરીર ઉપર તેલનું માલિસ કરવું.

(9)જુના શાઠી ચોખાનો આહારમાં ઉપયોગ કરવો.

(10) કુવાનું અથવા વર્ષામાં અદ્ધર ઝીલેલું પાણીનો ઉપયોગ કરવો. નવા પાણીને ઉકાળીને જ ઉપયોગ કરવો.

વર્ષાઋતુમાં શું ન કરવું.

પુર્વ દિશાનો પવનનું સેવન ન કરવું, પરિશ્રમ ન કરવો, નદિકાંઠે રહેવું નહિ, દિવસે સુવું નહિ, ભારે પદાર્થોનુ સેવન કરવું નહિ. આ ઋતુમાં ત્રણેય દોષોનો પ્રકોપ થાય છે માટે ખોરાકમાં જાવળાનો જ ઉપયોગ વધારવો. પચવામાં હલકા ભોજન લેવાં, શેકતાપનું સેવન કરવું, જાડા કાપડના વસ્ત્રો પહેરવા. ચોમાસાની ઋતુમાં અજીર્ણ ન પડે તેવા આહારનો ઉપયોગ કરવો. કુદરતી વેગોને રોકવા નહિં, જાગરણ કરવું નહિં, તાણિને બોલવું નહિં, શોક કરવો નહિં.

વાયુના સંબંધી રોગોથી બચવા આટલું કરો.

સ્નેહન, ઉષ્ણ, બલ્ય, અમ્લ, આતપ સેવન, તૈલ, ગરમ પાણીમાં સ્નાન, માલિશ, બસ્તિ, આસવઅરિષ્ટ, અંગચંપી, સ્વેદન, નિરુહ બસ્તિ અને નસ્ય વગેરે ક્રિયા કરવાથી વાયુનુ શમન થાય છે.

ચોમાસાની ઋતુમાં કડુ-કરિયાતાનો ઉપયોગ કરો.

વર્ષાઋતુમાં કડુનો છુટથી ઉપયોગ કરો. કડુનો ગુણ દોષોનું ભેદન કરવાનો છે. વાયુ વગેરે દોષોને લીધે ગંઠાયેલા મળોને ભેદીને બહાર કાઢવાનો ગુણ કડુમાં છે. આંતરડામાં અવરોધ 

રૂપ થયેલા મળો જે જુના પુરાણાં મળોને ભેદીને બહાર કાઢે છે. કડુના સેવનથી વિષમજ્વર, ચોથીઓ તાવોમાં કડુ-કરિયાતુ-સૂંઠ-ઇન્દ્રજવનો ક્વાથ ઉકાળીને પીવો. જીર્ણજ્વર સિવાયના તમામ તાવોમાં આ ઉકાળો અમુલ્ય ફ઼ાયદો આપે છે.  કડુ એ લીવર બરોળ ઉપરનું અમોઘ  ઔષધ છે. કુચિકિત્સાથી ક્યારેક લીવર-બરોળ વધી જાય છે ત્યારે અને અતિસાર જેવા રોગમાં ગ્રાહિ ઔષધ આપી ઝાડા રોકવાથી લીવર ઉપર વિપરીત અસર થાય છે. અધિઅશનથી લીવર બગડે છે. લીવર એ પ્રાણ સમાન લોહીનું આશ્રય સ્થાન છે. કડુનો ઉપયોગથી કમળો, જલોદર,  સોજા જેવા રોગમાં રામબાણ  થઈ પડશે. બે થી ચાર આની ભાર કડુને ગૌમૂત્ર  સાથે સવાર-સાંજ લો. પાંચ થી સાત દિવસમાં કમળો મટી જશે. નાના બાળકોને લીવર સુધારવા કુવારપાઠાનો રસ આપો. સાથે માત્રામાં કડુ આપો તો લીવર ટોનીક તરીકે કામ આપશે. બધી જાતના કુષ્ઠ રોગમા આરોગ્યવર્ધીની વપરાય છે.  જે લીવરને સુધારશે. મોટામાં મોટો હિસ્સો કડુનો છે. કબજીયાતની ફ઼રીયાદવાળાએ , બ્લડપ્રેશર, મંદાગ્નિમાં અને મેદોરોગમાં  આરોગ્યવર્ધીનીની  ગોળી ખરેખર અકસીર નીવડશે.

ચોમાસામાં બનેતો એક ટાંણુ કરો.

(1)સ્થુળતા દૂર થશે

(2)જઠરાગ્નિની રક્ષા થશે.

(3)મેદ ઓગળશે.

(4)આંતરડાને આરામ મળશે.

(5)અંત:કરણની શુદ્ધિ થશે.

(6)કબજીયાત દૂર થશે.

(7)અપાન વાયુની મુક્તિ થયા કરશે.

શરીરના ગૌરવપણાથી આળસ આવે છે. આળસથી થાક લાગે છે.

થાકથી ફ઼ેરા આંટા ન ખવાય એ બીકે સંઘરવાનો લોભ થાય છે. લોભથી પરિગ્રહ થાય છે. પરિગ્રહથી જુઠુ બોલવાની ટેવ પડે છે. જુઠાપણાથી ચિત્તનો ઉદ્વેગ થાય છે. ચિત્ત ઉદ્વેગથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિ નાશથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનાશથી માણસનો નાશ થાય છે. શરીરની સ્થુળતા મટાડવા માટે એક ટાંણુ કરો. આપણે પરિશ્રમ ન કરતાં હોઇએ ત્યારે ભોજન હલકુ લેવુ જોઇએ. મેદસ્વી વ્યક્તિએ જવની ભાખરી રોટલી ખાવી જોઈએ. આયુર્વેદના નિતિનિયમોનું  પાલન કરતાં થાવ.

આહારમાં શુ લેવું જોઈએ.

આહારમાં પાંચ છ મહિના જૂનું અનાજ ઘઉં,ચોખા,મકાઈ,જવ અને તેની બનાવટો લેવી.

શાકભાજીમાં દૂધી,પરવળ,ટીંડોરા,તુરિયા,સુરણ વગેરે શાકભાજી આહારમાં લેવા.

ફળોમાં સફરજન,કેળા,દાડમ અને જાંબુનું સેવન કરવું. 

પ્રવાહીમાં ગાયના દૂધનું સેવન કરવું.જેથી પચવામાં સરળ રહે.

વર્ષાઋતુમાં દહીં ખાવું હિતકર નથી પરંતુ તેમાં સિંધવ નમક અથવા કાળા મરી નાખીને ખાવાથી તેના દોષ નડતા નથી.

આહારમાં શુ ન લેવું.

ચણા, મઠ, અડદ, બટાકા, વાસી ખોરાક, લીલા પાન વાળા શાકભાજી લેવા નહીં.

પરિક્ષીત ભટ્ટ
રાજવૈધ પ્રભાશંકર નાનભટ્ટ આયુર્વેદ ઔષધિ પ્રચાર કેન્દ્ર
ગઢડા-સ્વામીના, બોટાદ
સંપર્ક +918849348059