કતારગામમાં AAP ની રેલી દરમ્યાન ધમાલ પાછળ કોનું કાવતરું
આજ રોજ કતારગામમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાળીયાએ પ્રચાર રેલીનું આયોજન કર્યુ હતું, જેમા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થીત રહ્યા હતા.
આ રેલી જ્યારે ધનમોરા વિસ્તાર માંથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈકે કાંકરીચાળો કરતા ઘર્ષણ ઉભું થયુ હતું અને પોલીસ તેમજ રેપીડ એક્શન ફોર્સના જવાનોએ તરત જ કડક હાથે કામ લઈ આ ઘટના પર કાબુ મેળવી લીધો હતો.
આ ઘટનાક્રમ બાદ તુરંત જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સુરત સોશ્યલ મીડીયાના હોદ્દેદારો ફેસબુક પર જનતા અને આમ આદમીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયાની અને ઘટનાને “આપનું પાપ” ગણાવતી પોસ્ટો મુકી હતી.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ આ ઘર્ષણને લોકો અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલું ઘર્ષણ બતાવી “આપના કાર્યકર્તાઓ ગુંડા છે” “સત્તામાં આવ્યા પહેલા જ દાદાગીરી કરી રહ્યા છે” જેવી પોસ્ટો મુકીને AAP ને ઘેરી હતી.
આ ઘટનામાં સામાસામા ઘર્ષણ અને પોલીસ તેમજ RAF ના જવાનોની કામગીરી દરમ્યાન ઈજા પહોંચેલા યુવાનો તાત્કાલીક કિરણ હોસ્પીટલમાં સારવાર અર્થે પહોંચી ગયા હતા.
આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા કિરણ હોસ્પીટલ ખાતે પહોંચ્યા હતા અને ઘટનાક્રમમાં નાટકીય વળાંક આવ્યો હતો. નિરંજન ઝાંઝમેરાની મુલાકાત પછી ભારતીય જનતા પાર્ટીના સોશ્યલ મીડીયાના હોદ્દેદારોએ જ ઘટનામાં સંમલીત યુવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાનો ખુલાસો કરી નાંખ્યો હતો.
આ ખુલાસો થતા જ આખો ઘટનાક્રમ કતારગામ વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે, અને લોકો આ ઘટના બાબતે અણગમો વ્યક્ત કરી રહ્યા છે. લોકમુખે પ્રશ્ન છે કે ભાજપના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો ગોપાલ ઈટાળીયાની રેલી સમયે ધનમોરા વિસ્તારમાં કોના કહેવાથી પહોંચ્યા હશે, અને શું ઉદ્દેશથી ત્યાં આવ્યા હશે? તેમજ આખા પ્રોજેકટની ગોઠવણી અને દોરીસંચાર કરનાર પાયલોટ કોણ હશે?
ચૂંટણીમાં એકબીજાને નીચા દેખાડવાની કામગીરી દરેક પક્ષના કાર્યકર્તાઓ કરતા હોય છે, પરંતુ આ આખા ઘટનાક્રમમાં પોતાના કાર્યકર્તાનો જ ઉપયોગ કરી પોતાની જ પોલ ખોલતી કામગીરી કરવામાં આવી હતી.