રાજકીય વાત

કોંગ્રેસ પાર્ટીએ ગુમશુદા સાંસદ સભ્યની પોસ્ટ શેર કર્યા પછી સ્મૃતિ ઈરાનીએ વળતા જવાબમાં કહ્યું કે “પૂર્વ સાંસદ શોધી રહ્યા છો, તો મારો સંપર્ક કરી શકો છો”

કોંગ્રેસે સ્મૃતિ ઈરાનીની તસવીર અને તેની ઉપર પર “ગુમ થયેલ” શબ્દ સાથે પોસ્ટ બનાવી છે, જેના જવાબમાં પ્રતિઉત્તર આપતા કોંગ્રેસ અને સ્મૃતિ ઈરાની વચ્ચે ટ્વિટર જીભાજોડી થઈ હતી.

મહીલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના વિશે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મજાકનો જવાબ આપતાં કહ્યું કે જો તેઓ ભૂતપૂર્વ સાંસદ સભ્ય શોધી રહ્યા હોય તો તમેણે અમેરિકામાં તપાસ કરવી જોઈએ

મંત્રી સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વગર રાહુલ ગાંધી પર વ્યંગ કરતા ટ્વિટ કર્યું કે “હે દિવ્ય રાજનૈતિક પ્રાણી, હું અત્યારે સિરસિરા ગામ, વિધાન સભા સલોન, લોકસભા અમેઠી થી નિકળી ધૂરનપુર તરફ જઈ રહી છું, જો તમે ભૂતપૂર્વ સાંસદ સભ્યને શોધી રહ્યા હોય તો કૃપીયા અમેરીકા સંપર્ક કરો”

અમેઠી સીટ ગાંધી પરિવારનો ગઢ ગણાતા હતો જ્યાં ચૂંટણી જંગમાં રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિ ઈરાની કોઈને કોઈ કારણસર કોંગ્રેસના નિશાના પર રહે છે. કોંગ્રેસના ઓફીસિયલ ટ્વીટર હેંડલ પરથી મંત્રી સ્મૃતિ ગુમ હોવાનું ટ્વીટ થયાની એક કલાકની અંદર જ સ્મૃતિએ તે ટ્વીટનું અનુસંધાન લઈ પોતે પોતાના જ લોકસભા ક્ષેત્રમાં હોવાની વાત જણાવી હતી.

આ સાથે જ સ્મૃતિ એ ભૂતકાળમાં અમેઠીનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ભૂતપૂર્વ સાંસદ સભ્ય રાહુલ ગાંધીના અમેરીકા પ્રવાસ પર પણ વ્યંગ કરતા કોંગ્રેસને સૂચન કર્યુ હતું કે જો તેઓ રાહુલ ગાંધીને શોધી રહ્યા હોય તો તેમણે અમેરીકા સંપર્ક કરવો જોઈએ.