વાઈરલ વાત

ચાલો કાયદાની વાત કરીએ | વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે અને કાનૂની લડાઈમાં તેનું શું મહત્વ છે.

જ્ઞાનવાપી સંકુલમાં ‘શિવલિંગ’ની વિવાદિત હાજરી આ કેસમાં મહત્ત્વનો વળાંક હતો. મંદિરની અંદર હિંદુ મૂર્તિઓ અથવા ‘શિવલિંગ’ની હાજરી હોવાનો હિંદુ પક્ષના દાવાઓ સાચા ઠરશે, તો કેસમાં એક સ્મારકરૂપી પરિવર્તન જોવા મળશે.

જ્ઞાનવાપી વિવાદ સ્પષ્ટપણે એવી દિશામાં આગળ વધી રહ્યો છે, જ્યાં હિન્દુ પક્ષ એ પ્રસ્થાપિત કરવા માંગે છે કે મસ્જિદ સંકુલ હકીકતમાં હિન્દુ મંદિરનું છે. પ્રતિસ્પર્ધી ઈતિહાસ અને અતિક્રમીક વારસાની આ લડાઈમાં ASI સર્વે નિર્ણાયક બની રહેશે. ASI જ્ઞાનવાપી સંકુલના સમગ્ર વિસ્તારમાં સર્વે કરવાના છે. વુઝુખાના, જ્યાં વિવાદિત ‘શિવલિંગ જેવું’ માળખું મળી આવ્યું હતું, તેને સુપ્રીમ કોર્ટ દ્વારા સીલ કરવામાં આવ્યું છે, તેથી તેને સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવ્યું નથી.


આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા કરવામાં આવેલા સર્વે દ્વારા જ સાચું સંકુલનું સાચું સ્વરૂપ જાણી શકાય, જો મસ્જિદની અંદર કોઈ મૂર્તિ અથવા ‘શિવલિંગ’ મળી આવે તો જ તે નક્કી કરી શકાય છે. મૂર્તિ અથવા ‘શિવલિંગ’ની હાજરી હિંદુ પક્ષને પૂજાના સ્થળો અધિનિયમ, 1991ની બાધા દુર કરવામાં પણ મદદ કરશે. વુઝુખાનાને સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવતું નથી, પણ હિંદુ પક્ષ દાવો કરે છે કે દેવતાઓની અન્ય ઘણી મૂર્તિઓ અને ‘શિવલિંગ’ (વુઝુખાના સિવાય અન્ય) જો મસ્જિદની અંદર મળી આવશો જો ASI દ્વારા સર્વે કરવામાં આવે.

હિંદુ પક્ષની દલીલનો આધાર એ છે કે સંકુલનું સાચું ધાર્મિક સ્વરૂપ મંદિરનું છે અને તે હિંદુ પક્ષને સોંપવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, જ્ઞાનવાપી મસ્જિદનું સાચું ધાર્મિક સ્વરૂપ 1947 પ્રમાણે મંદિરનું છે જો સંકુલમાં મૂર્તિઓ અથવા ‘શિવલિંગ’ની હાજરી જોવા મળે.

આથી, આવા સર્વેને મંજૂરી આપતો સ્થાનીક કોર્ટનો આદેશ એ દિશામાં એક ડગલું છે જેનાથી હિંદુ પક્ષ ખુશ છે. વારાણસીની કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આઝાદી પછી પ્રથમ વખત આ પ્રકારનો સર્વે હાથ ધરવામાં આવવાનો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દિધો છે.. અગાઉ, વિવાદિત વસ્તુ જે ‘શિવલિંગ’ હોવાનો દાવો કરવામાં આવે છે તેના કાર્બન ડેટિંગ માટેના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, કેન્દ્રના આદેશના આધારે કાર્બન ડેટિંગ પ્રક્રિયા અટકી ગઈ હતી કારણ કે કેન્દ્રને હિન્દુ પક્ષ દ્વારા ‘શિવલિંગ’ હોવાનો દાવો કરાયેલ વિવાદિત માળખાને નુક્શાન પહોંચવાની આશંકા હતી. વિવાદનો કાનૂની આધાર વિસ્તરી રહ્યો છે.

આ બધાની શરૂઆત જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની એક દિવાલ પર મા શ્રૃંગાર ગૌરીની પ્રાર્થના અને પૂજા કરવાનો અધિકાર માંગતી અરજીઓથી થઈ હતી. હિંદુ પક્ષનો દાવો છે કે સંકુલનું સાચું ધાર્મિક સ્વરૂપ અથવા મા શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાનો અધિકાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ જેવી નિષ્ણાત સંસ્થા દ્વારા સર્વેક્ષણ વિના સ્થાપિત કરી શકાતો નથી.

જ્ઞાનવાપી સંકુલની અંદર ‘શિવલિંગ’ની વિવાદિત હાજરી આ કેસમાં મહત્ત્વનો વળાંક હતો. જો મંદિરની અંદર હિંદુ મૂર્તિઓ અથવા ‘શિવલિંગ’ની હાજરી હોવાના હિંદુ પક્ષના દાવા સાચા ઠરશે, તો કેસમાં મોટો ફેરફાર જોવા મળશે. માન્ય ભારતીય કાયદા હેઠળ ‘શિવલિંગ’ અથવા ‘સ્વયંભુ શિવલિંગ’ની હાજરી દેવતાને કાનૂની પાત્ર અથવા વ્યક્તિત્વ આપે છે. દેવતા પાસે કાયદાકીય રીતે મિલકતના અધિકારો છે.

હિંદુ પક્ષ એવા માર્ગ પર ચાલતો હોય તેવું લાગે છે કે જ્યાં જ્ઞાનવાપી સંકુલનો દાવો મસ્જિદની હાલની જગ્યા પર મંદિરના માત્ર ઐતિહાસિક અસ્તિત્વ પર આધારિત નથી. જ્ઞાનવાપી સંકુલના ‘સાચા સ્વરૂપ’ને પ્રસ્થાપીત કરવા માટેની રણનીતી હિંદુ પક્ષ ઘડી રહ્યો હોય તેવું દલીલ પરથી સ્પષ્ટ થાય છે. ASI સર્વે ખરેખર જ્ઞાનવાપી વિવાદના વિસ્તરણ તરફનું પ્રથમ પગલું છે જે શરૂઆતમાં માત્ર મા શ્રૃંગાર ગૌરીની પૂજા વિશે હતું.

હિંદુ અને મુસ્લિમ પક્ષો વચ્ચે કોઈપણ સમાધાન અથવા કરારનું અનુમાન કરવું મૂર્ખતાભર્યું છે. ઇતિહાસ આપણને આવા કાર્યની અશક્યતા જણાવે છે. રામજન્મભૂમિ વિવાદ, તેનો ઈતિહાસ અને માર્ગ આપણને કડવા ઈતિહાસની યાદ અપાવે છે જે આવા વિવાદોને વ્યાખ્યાયિત કરે છે. પરંતુ અયોધ્યા અને જ્ઞાનવાપી વચ્ચેનો મૂળ તફાવત એ છે કે હિંદુ પક્ષને એવું લાગે છે કે ધાર્મિક સ્થળોના સ્વરૂપમાં કોઈપણ ફેરફાર પર પ્રતિબંધ મૂકતો 1991નો કાયદો અસ્તિત્વમાં હોવા છતાં તેઓ ટકી રહેશે. 1991ના અધિનિયમમાં અયોધ્યા એકમાત્ર અપવાદ હતો પરંતુ જ્ઞાનવાપી કાનૂની સંઘર્ષ એ પાયા પર હુમલો કરે છે કે વર્તમાન માળખું મસ્જિદ છે.

‘શિવલિંગ’ તરીકે ઓળખાતા વિવાદિત માળખાની આગામી કાર્બન ડેટિંગ અને મસ્જિદ સંકુલના ASI સર્વેક્ષણ આ કાનૂની લડાઈમાં બે નિર્ણાયક પગલાં હશે. એએસઆઈનો અભિપ્રાય અથવા તારણો એ પાયાના પુરાવા હશે જેના આધારે આવનારા દાયકાઓ સુધી બંને પક્ષે કેસ ચાલશે.