રાજકીય વાત

જાપાનના રાજદૂતે ભારતીય વ્યંજનો પર વિડીયો પોસ્ટ કરતા કહ્યુ “મારી પત્નીએ મને હરાવી દિધો” વડાપ્રધાન મોદીએ રીટ્વીટ આપ્યું

ભારત ખાતે જાપાનના રાજદૂત તરીકે કાર્યરત શ્રી હિરોશી સુઝકીએ એક ટ્વીટ કર્યુ જેમ લખ્યું હતું “મારી પત્નીએ મને હરાવી દીધો” સાથે બે હેશટેગ #Pune #Kolhapuri પણ જોડ્યા.

હકીકતમાં રાજદૂત શ્રી હિરોશી સુઝુકીએ એક વિડીયો ટ્વીટ કર્યો હતો જેમા તેઓ તેમની પત્ની સાથે મેન્યુ જોઈને ઓર્ડર આપતા દેખાય છે અને કહે છે કે “મારા માટે ઓછું તીખું” જ્યારે તેમના પત્ની બોલ છે મારા માટે “ જબરદસ્ત તીખું” વિડીયોમાં દંપતિ વિવિધ વ્યંજનો આરોગતા અને ખરીદતા દેખાય છે.

જાપની રાજદૂત શ્રી હિરોશી સુઝુકીનું ટ્વિટ

ભારતીય વ્યંજનો દુનિયાભરમાં લોકપ્રિય છે અને પોતાની તેજ, તીખી અને ચટપટી પ્રકૃતિ માટે પ્રખ્યાત છે. જાપાની રાજદૂત દંપતીએ મોઢામાં પાણી લાવી દેતો વિડીયો શેર કર્યો હતો જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રીટ્વીટ કરતા લખ્યું કે “આ એક એવી હરીફાઈ હતી જે હારવામાં તમને વાંધો નહીં હોય, રાજદૂત શ્રી. તમને ભારતની વ્યજંન વિવિધતાનો આનંદ માણતા અને તેને આવી નવીન રીતે રજૂ કરતા જોઈને આનંદ થયો. આવા વિડીયો બનાવતા રહેજો!”

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાપાની રાજદૂતના ટ્વિટને ક્વોટ કરીને કરેલુ ટ્વીટ