રાજકીય વાત

મહેબુબા મુફ્તીને 24 કલાકમાં બંગલો ખાલી કરવાનો આદેશ

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને ૨૪ કલાકની અંદર શ્રીનગરના ગુપ્તચર રોડ ખાતેનો આલીશાન સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તે સમય મર્યાદામાં બંગલો ખાલી નહી કરે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી બળપૂર્વક બંગલોનો ખાલી કરાવવામાં આવશે.

આ સાથે સ્વાયત્તાની તરફેણ કરતા JKNC જેવા સંગઠનો સાથે જોડાયેલા ત્રણ પૂર્વ મંત્રી અબ્દુલ રહીમ રાથેર, મોહમ્મદ અલ્તાફ વાની અને અબ્દુલ મજીઠ ભટને પણ ૨૪ કલાકની અંદર હાઉસીંગ કોલોની ખાનાબલ ખાતે આવેલા સરકારી બંગલ ખાલી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.