Generalટેકનોલોજીની વાત

સાયબર છેતરપિંડીનો નવો ખેલ

સાયબર છેતરપિંડી અલગ અલગ થતી રહેતી હોય છે, હાલમાં સાવ નવી જ રીતે પુરષ તેમજ મહિલાઓની છેતરપિંડીના કિસ્સા બહાર આવ્યા છે. વ્યક્તિના બ્લેકમેલ કરી પડાવામાં આવે છે મોટી રકમ. વોટ્સએપ અને ફેસબુક મેસેન્જરનો થઈ રહ્યો છે સાયબર છેતરપિંડી કરવામાં ભરપૂર ઉપયોગ.

દિવસ હોય કે રાત કોઈ યુવતી અથવા યુવક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વિડિયો કોલ અથવા ફેસબુક મેસેન્જર કોલ કરી કપડાં ઉતારવાનું શરૂ કરે છે. કોલ ડિસ્કનેક્ટ કર્યા પછી, એક વિડિઓ પ્રાપ્ત થાય છે, જેમાં તમારો પોર્ન વીડિયો છે. તે વીડિયો ડિલીટ કરવા માટે તમારી પાસેથી પૈસાની માંગણી કરે છે. આવું તમારી સાથે અથવા તમારા ઓળખીતા મિત્રવર્ગમાં કોઈ સાથે બન્યું હોય શકે. આવી છેતરપિંડીથી બચવા માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

તમારો અશ્લીલ વીડિયો બનાવીને ગુંડાઓ Google Pay/Paytm અથવા અન્ય માધ્યમોથી પૈસાની માંગણી કરશે. જો તમે પૈસા નહીં આપો તો તેઓ અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયા પર અથવા તમારા પરિચિતો વચ્ચે વાયરલ કરવાની ધમકી આપશે. અને તમે પૈસા આપી દેશો, તો તેઓ તમારી પાસેથી વધુ પૈસાની માંગ કરશે.

Paytm Google pay PhonePe

દેશમાં સાયબર ક્રાઈમ સેલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આવા કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ બધું ડીપ ફેક ટેક્નોલોજી અને નકલી બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને થઈ રહ્યું છે. આને અંજામ આપનારી ગેંગ આખા દેશમાં સક્રિય છે. બ્લેકમેઈલીંગના આ ધંધામાં નવા જમાનાના યુવા છોકરા-છોકરીઓ સંકળાયેલા હોય છે.

આ સાયબર ગુનેગારોનું નવું મોડ્યુલ છે. તેઓ મોડી રાત સુધી ઓનલાઈન રહેતા એકાઉન્ટો અને નંબરો પર નજર રાખે છે. તેમના વિશે ઘણી બધી માહિતી એકત્રિત કરે છે. બધી માહિતી મેળવ્યા પછી, કોલીંગની રમત શરૂ થાય છે. વોટ્સએપ કે મેસેન્જર પર ફોન આવે છે, જેમાં નંબર વિદેશનો હોય છે અને ફેસબુક મેસેન્જરમાં લોભામણું નામ ધરાવતું એકાઉન્ટ દેખાય છે.

વીડિયો કોલ કરનાર સુંદર અને આકર્ષક શરીર સૌષ્ઠવ ધરાવતા છોકરી અથવા છોકરો જણાવે છે કે તે હાઈ પ્રોફાઈલ છે અને મિત્રો બનવા માંગે છે.  તેનો હેતુ તમને લાંબા સમય સુધી ફોન પર વ્યસ્ત રાખવાનો છે. જેથી તમારા ચહેરાના તમામ હાવભાવ વીડિયોમાં રેકોર્ડ કરીને તમારી બ્લુ ફિલ્મ બનાવી શકાય. આ માટે તેઓ જરૂર પડે તો તમામ પ્રકારની અશ્લીલ હરકતો પણ કરે છે.

પછી છોકરી અથવા યુવાન તેના કપડાં ઉતારે છે, તમને પણ તેવું જ કરવાનું કહે છે. ઘણા લોકો આવા કોલ આવતા જ સમજી જાય છે કે તે નકલી છે, તેથી તેઓ આવા કોલ રિસીવ કરતા નથી, તો ઘણા લોકો આ છેતરપિંડીમાં પણ ફસાઈ જાય છે. કોલ ડિસ્કનેક્ટ થયા બાદ આ લોકો વ્યક્તિના ચહેરાને મોર્ફ કરીને નગ્ન વીડિયો બનાવે છે.

કોઈ આવી જાળમાં ફસાય નહીં. ફોન કરનાર છોકરી કે છોકરો ક્યાંયથી અચાનક ટપકી ન પડે એ સમજો અને બીજાને પણ સમજાવો. ગુનેગારો આ રીતે જાળ બિછાવીને શિકાર કરે છે. અપરાધનો આ ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે. તેમના શિકાર બનવાનું ટાળો અને માહિતી શેર કરીને અન્ય લોકોને પણ બચાવો.

અને જો તમે આવા ગુનેગારોના શિકાર બન્યા છો, તો પહેલા ડરવાનું બંધ કરો અને પોલીસને જાણ કરો. ધ્યાનમાં રાખો કે જો તમે તેમની ધમકી હેઠળ પૈસા આપો છો, તો તમે તેમના માટે ATM બની જશો અને તેમના ઇશારે નાચશો.  તેમનો મુખ્ય હેતુ માત્ર તમને ડરાવવાનો અને લૂંટવાનો છે, તમારો વીડિયો વાયરલ કરવાનો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *