FIFA મેચના પ્રેક્ષકોના માસ્ક વગરના ચહેરાઓ ટીવી પર બતાવતા ચીન કેમ ડરી રહ્યું છે?
વાંચવામાં થોડું આશ્ચર્યજનક લાગશે પરંતુ ચીનમાં કાંઈક એવું જ થઈ રહ્યું છે. કતારમાં રમાઈ રહેલા FIFA વર્લ્ડકપની જાપાન અને કોસ્ટારીકાની મેચ દરમ્યાન ચીનમાં સ્થાનીક પ્રસારણકર્તાએ સ્ટેડિયમમાં મેચમાં મશગૂલ અને આનંદ ઉલ્લાસવાળા પ્રેક્ષકોના નજીકના દ્રશ્યોની બદલે ખેલાડી અને સ્ટેડિયમના દ્રશ્યો દેખાડ્યા હતા.
દુનિયાભરમાં જ્યારે FIFA નો ઉન્માદ છવાયો છે અને ફૂટબોલ ફેન્સ જુની ઉઠ્યા છે. ત્યારે ચીનનું આવું કરવા પાછળ ત્યાં હાલમાં લાગુ કોરોનાના નિયમો અને તેની વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો છે. ચીન નથી ઈચ્છતુ કે ત્યાં લોકોને ગુસ્સો આવે અને ભડકે. ચીન હજુ પણ ઝીરો કોરોના નીતિ પર ચાલી રહ્યું છે અને ત્યાં ઘણા શહેરોમાં હજુ પણ લોકડાઉન જેવી સ્થીતી છે. જેની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને પ્રમુખ ઝી જીનપીંગ વિરુદ્ધ લોકો નારા લગાવી રહ્યા છે.