26/11 પાકીસ્તાન પ્રેરિત હુમલાનો લંડનમાં વિરોધ
ભારતીયમૂળના લોકોએ લંડનમાં પાકીસ્તાની દુતાવાસ સામે વિરોધ પ્રદર્શન કરી 26/11 ના આતંકવાદી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો.
ભારતીય જનમાનસ પર ઉંડી અસર છોડનારા 26/11 ના હુમલાને યાદ કરી લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે વિરોધ પ્રદર્શન કરી મેસેજ આપ્યો હતો કે આ હુમલો હંમેશા યાદ રાખવામાં આવશે અને માફ કરવામાં નહિ આવે.
લંડન શહેરના zone-1 ના સમગ્ર વિસ્તારમાં 26/11 ના હુમલાને યાદ કરી તેના માટે પાકીસ્તાનને જવાબદાર ઠેરવતો મેસેજ આપતો ડીજીટલ સાઈન બોર્ડ વાળો ટ્રક પણ ફેરવવામાં આવ્યો હતો.